માંડવીમાં અજાણી સાધ્વી મહિલાનું લોહીની ઉલટીથી મૃત્યુ

ભુજમાં સવારે માંડવીના પાંજરાપોળ રોડ ઉપર આશરે 55 વર્ષીય સાધ્વી મહિલાને લોહીની ઉલટી થતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ  26/7ના સવારે માંડવીમાં પાંજરાપોળ રોડ નોવેલ્ટી સ્ટુડિયો નીચે એક અજાણી સાધ્વી મહિલાને અચાનક લોહીની ઉલટી થતા તે પથારીમાં જ ઢળી પડયા હતા. આ બનાવ અંગે નિવૃત્ત અને સત્સંગીએ માંડવી પોલીસ મથકે વિગતો જાહેર કરતા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી આ મૃતક અજાણી સાધ્વીની ઓળખ જાણવા છાનબીન આદરી છે.