અંજારના ઐતિહાસિક સવાસરનાકા તળાવમાં માછલીઓના મોતથી અફરાતફરી

image

અંજારના સવાસરનાકા તળાવમાં મોટીસંખ્યામાં કોઈકારણોસર ભેદીરીતે માછલીઓના મૃત્યુ સામે જાગૃતિ નાગરીકોએ પાલિકાની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા. રાજાશાહી વખતના ઐતિહાસિક સવાસરનાકા તળાવના કિનારામાં એકાએક મોટીસંખ્યામાં મૃત માછલીઓ નજરે પડી હતી.મળતી માહિતી મુજબ તળાવામાં ફેકાતી પ્લાસ્ટીક અને પાલિકા દ્વારા જાળવણીના અભાવે આ પ્રકારનો આ બનાવ બન્યો હોવાનો આક્ષેપો સ્થાનિકોએ કર્યા હતા.લોકોના સ્વાસ્થ્યને સ્પર્શતા આ મુદે પાલિકા સત્વરે તળાવની સફાઈ કરવા માંગ કરી હતી. આ ઉપરાંત આ તળાવની સફાઈ સાથે તળાવના પાણીના નમૂનાઓની તપાસ કરી યોગ્ય કરવા સ્થાનિકોએ માંગ કરી છે.