ભુજમાં યુવાન પર છરી વડે પ્રાણઘાતક હુમલો
ભુજમાં ગાડી ધોવાના સર્વિસ સ્ટેશન ચલાવા હપ્તાની ઉઘરાણી કરી યુવાન ઉપર છરી વડે પ્રાણઘાતક હુમલો થતાં ફરિયાદ પોલસ ચોપડે નોંધાઈ છે. આ અંગે એ-ડિવિઝન પોલીસ મથકે 21 વર્ષીય ફરિયાદીએ નોંધાવેલી ફરિયાદ અનુસાર તે ખાસરા ગ્રાઉન્ડ પાસે ગાડી ધોવાનું સર્વિસ સ્ટેશન ચલાવે છે. ગઈકાલે સાંજે આરોપી ત્યાં આવી આ સર્વિસ સ્ટેશન ચલાવા હપ્તા પેટે દર મહિને બે હજાર કઢાવવાની કોશિશ કરતાં ફરિયાદીએ ના પાડતાં છરી મારી હતી. પોલીસે હથિયારબંધી જાહેરનામાંભંગ સહિતની કલમો તળે ગુનો દાખલ કર્યો છે. દરમ્યાન આરોપીને ગઈકાલે રાતે માંડવીના રુકમાવતી પુલ પાસે માંડવી પોલીસે છરી સાથે ઝડપાયો હતો.