ગાંધીધામમાં રેલવેકર્મી યુવાને ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું
copy image

ગાંધીધામમાં 36 વર્ષીય રેલવે કર્મચારીએ ગળેફાંસો ખાઇ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. સૂત્રો માંથી મળતી માહિતી મુજબ ગાંધીધામના ભારતનગર નજીક વોર્ડ 11-બી સોનલનગરમાં રહેતા અને રેલવેમાં લોકોપાઈલોટની ફરજ બજાવતા રાજસ્થાની મૂળનાએ કોઈ અગમ્ય કારણોસાર અંતિમ પગલું ભરી લીધું હતું. આ યુવાન એકલો રહેતો હતો. ક્યારેક તેના પરિવારને અહીં લઇ આવતો હતો. ગત તા. 26/7ના રાત્રે તે રૂમ ઉપર હતો. દરમ્યાન તેણે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ છેલ્લા શ્વાસ લીધા હતા.