ગુરુ શિષ્યના પવિત્ર પાવન પર્વ નિમિત્તે વહેલી સવારથી જ ગિરનારી આશ્રમ ખાતે ભાવિ ભક્તો તેમજ જે ગુરુજીના શિષ્યો ની મોટી ભીડજોવા મળી

image

નખત્રાણા ના ગરબા ફાટક પાસે ગિરનારી આશ્રમ ખાતે ગુરુપૂર્ણિમા પરોની શ્રદ્ધા અને ઉલાસતી ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે શ્રી 108 દેવગીરી બાપુએ પોતાના શિષ્યોને ભક્તિના માર્ગ ચાલવાનો તેમજ ગુરુના આશીર્વાદ વિના જીવન ની સફળતા અધૂરી છે તેથી ગુરુજીના આશીર્વાદ જીવનમાં લઈને જીવન ધન્ય બને છે તેવા આશી વચન પૂજ્ય બાપુ દ્વારા આપવામાં આવ્યા હતા. તેમજ નખત્રાણા નગરપાલિકાના પ્રમુખ શ્રી વસંતભાઈ વાઘેલા દ્વારા વિકાસના કામ માટે જ્યારે પણ જરૂર પડે તો તેઓ ખડે પગે હાજર રહેશે તેવું જણાવ્યું હતું તેમજ એડવોકેટ શ્રી રમણીકભાઈ કરવા દ્વારા આવા સાધુ સંતો થકી ધર્મ ટકી રહ્યું છે તેવું પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું તેમજ પૂજ્ય બાપુ શ્રી ના આશીર્વાદ લીધા હતા તેમજ ગુરુપૂર્ણિમા નિમિત્તે પ્રથમ મહાપ્રસાદ ત્યારબાદ ભવ્ય સંતવાણી નો આયોજન કરવામાં આવ્યું હતું આ સંતવાણીના કલાકાર શ્રી પ્રકાશ સિંહ જાડેજા ચિરાગ ગીરી ગોસ્વામી મયુરભાઈ ગરબા તેમજ બેન્જા વાદક દક્ષભાઈ ગોસ્વામી તબલચી ઉસ્તાદ કિશનભાઇ ગરવા ઓસમાન લંગા ના તાલે ભજન ની રમઝટ કલાકારો દ્વારા બોલવામાં આવી હતી અને વાતાવરણ ભજન બન્યું હતું તેમજ આ શુભપ્રસંગે મહાપ્રસાદ ના દાતાશ્રી હરેશભાઈ મહેશ્વરી આદિપુર વાળા થયા હતા તેમજ ભાવિ ભક્તો દ્વારા પૂજ્ય શ્રી 108 દેવગીરી બાપુ નું સન્માન પુષ્પ ગુંજ ફુલ માળા તેમજ કંકુ ચોખા થી વધાવીને તેમજ વિવિધ ભેટો આપીને કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ શ્રી વસંતભાઈ વાઘેલા કચ્છ જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિના પ્રમુખ શ્રી રવિભાઈ નામોરી તેમજ કચ્છ જિલ્લા ભાજપ સદસ્ય શ્રી કાંતિભાઈ ગરવા
શ્રી અખિલ કચ્છ ગગવંશી ગુરુ બ્રાહ્મણ સમાજ સંગઠન પ્રમુખ એડવોકેટ શ્રી રમણીકભાઈ ગરવા શ્રી મહેશભાઈ ગરવા પૂર્વ ઉપ પ્રમુખ શ્રી ગરવા સમાજ પશ્ચિમ કચ્છ
એડવોકેટ શ્રી શકરભાઈ કુવટ
ગૌ વન્સમ ગ્રુપ પશ્ચિમ કચ્છ અધ્યક્ષ જશવંત ગીરી આર ગોસ્વામી
વિશ્વ હિન્દુ પરિષદ હિરેનભાઈ ભાનુશાલી
રોહિત મહારાજ મહામંત્રી કચ્છ જિલ્લા સંત સમિતિ
પુથ્વીરાજ સિંહ જાડેજા મહામંત્રી શ્રી નખત્રા યુવા ભાજપ
અંગિયા મોટા સરપંચ શ્રી ગોપાલભાઈ ગરવા
દીપકભાઈ મહેશ્વરી શિવજીભાઈ મહેશ્વરી સુનિલ ગીરી ગોસ્વામી
રવિભાઈ મહેશ્વરી મોહનદાન ગઢવી રમેશભાઈ દાફડા ભાવેશભાઈ ઠક્કર વિનુ મહારાજ તેમજ ગિરનારી આશ્રમ ના સેવ ઘણો તેમજ શિષ્યો દ્વારા આ ભગીરથ કાર્યને સફળ બનાવવામાં આવ્યો હતો