મુન્દ્રામાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ:ભારે વરસાદથી શેરીઓમાં ભરાયા પાણી

image

આજે સવારથી મુન્દ્રા શહેરમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. ભારે વરસાદ વરસતા શહેરની નીચાણવાળી શેરીઓમાં પાણી વહી નીકળ્યા છે.

સતત વરસાદના કારણે રોડ પર પાણી ભરાવાના કારણે વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કેટલીક જગ્યાએ ગટર ઉભરાવાના કારણે ગંદા પાણી પણ રસ્તા પર ફરી વળ્યા છે.

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી થોડા કલાકો સુધી વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે. તંત્રને સતર્ક રહેવા અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય તો તાત્કાલિક નિકાલની વ્યવસ્થા કરવા સૂચના આપવામાં આવી છે.

નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા અને સલામત સ્થળે રહેવા અપીલ કરવામાં આવી છે.