ધ્રબના યાર્ડમાં ફોરક્લિપથી અકસ્માતમાં યુવાનનું કરૂણ મોત
copy image

તા. 2 : ગઈકાલે મુંદરાના ધ્રબ ખાતેના યાર્ડમાં ફોરક્લિપના અકસ્માતથી મૂળ બિહારના 21 વર્ષીય યુવાનનું ગંભીર ઈજાનાં પગલે મોત નીપજ્યું હતું. મળતી માહિતી મુજબ મુંદરાના ધ્રબ ખાતેના અદાણી પોર્ટ ઓલ કાર્ગો સી.એફ.એસ. યાર્ડમાં ગઈકાલે સાંજે યુવાન તેના હાઈડ્રા મશીનથી કામ પૂર્ણ કરી ઊભો હતો ત્યારે ફોરક્લિપ વાળાના ચાલકે પૂરઝડપે ચલાવી આ હતભાગી યુવાનને અડફેટે લેતાં લોખંડની ક્લિપ સાથળમાં ભટકાવી દેતાં નસ ફાટી ગઈ હતી. ગંભીર રીતે ઘાયલ યુવાનને પ્રથમ સ્થાનિક, બાદમાં ભુજની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા બાદ નસ ફાટવાના લીધે વધુ સારવાર માટે રાજકોટ લઈ જવાયા હતા ત્યારે વહેલી સવારે જ યુવાને છેલ્લા શ્વાસ લીધા હતા . આ બનાવ અંગે યુવાનના ભાઈએ મુંદરા પોલીસ મથકે ફોરક્લિપના ચાલક વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો.