અંજાર : લગ્નની લાલચ આપી યુવતી પર વારંવાર દુષ્કર્મ
અંજાર તથા સુરતના લસકાણા વિસ્તારમાં યુવતીની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધી, ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપવાના બનાવમાં શખ્સ સામે પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઈ છે. મળતી માહિતી મુજબ અંજાર પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદમાં કહ્યા મુજબ અંજારની એક યુવતી સાથે મેઘપર-કુંભારડી આદિત્યનગરના એક યુવકએ પ્રેમ સંબંધ બાંધ્યો હતો. આ શખ્સે ભોગ બનનારને લગ્નની લાલચ આપી 2021થી અત્યાર સુધીમાં વારંવાર બોલાચાલી, ગાળો આપી, ધમકીઓ આપી હતી તેમજ યુવતીની મરજી વિરુદ્ધ અંજાર તથા સુરત ખાતે ભાડાના મકાનમાં વારંવાર શારીરિક સંબંધ બાંધ્યો હતો. બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ આદરી છે.