રાજયના સામાજીક અને શૈક્ષણિક પછાત વર્ગોના કલ્યાણ અને પ્રવાસન રાજયમંત્રીશ્રી વાસણભાઈ આહિરના હસ્તે માંડવી તાલુકાના બિદડ ગામે કૃષિલક્ષી કૌશલ્ય વિકાસ તાલીમ કાર્યક્રમ હેઠળ કૃષિમેળો-વ-પાક પરિસંવાદ કાર્યક્રમને દીપ ખુલ્લો મૂકાયો હતો.બિદડા મુકામે કડવા પાટીદાર સમાજવાડીમાં ખેડૂત તાલીમ કેન્દ્ર, ભુજ દ્વારા કચ્છના ખેડૂત ભાઇ-બહેનોને કૃષિ લક્ષી આધુનિક તાંત્રિકતા અંગે માર્ગદર્શન પુરૂ પાડવા સાથે વિવિધ સ્ટોલ દ્વારા ખેત ઇનપુટ્સ અને ખેતસામગ્રીનું પ્રદર્શન પણ યોજવામાં આવ્યું હતું.કાર્યક્રમને અધ્યક્ષસ્થાનેથી સંબોધતાં રાજયમંત્રીશ્રી વાસણભાઈ આહિરે જણાવ્યું હતું કે, કચ્છના કૃષિ અને બાગાયતને વધુને વધુ સમૃધ્ધ બનાવવાનો મુખ્ય આધાર પાણી છે. રાજયના સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સરકાર કિસાન હિતને વરેલી છે. મોડકુબા સુધી નર્મદાના નીર પહોંચાડવા બજેટમાં ૯૦૦ કરોડની જોગવાઇ કરીને કચ્છમાં નર્મદા કેનાલના કામો પૂર્ણ કરવા આદેશો કર્યાં છે.આ તકે રાજયમંત્રી શ્રી આહિરે મોડકુબા કેનાલના કામો ઝડપથી પૂર્ણ કરવા ખેડૂતો જમીન સંપાદન કામગીરીમાં સહયોગ આપે તેવી અપીલ પણ કરી હતી.માંડવી તાલુકા ભાજપ મહામંત્રી શ્રી રાજેન્દ્રસિંહ જાડેજાએ પ્રાસંગિક ઉદ્દબોધન કરતાં શ્રી નરેન્દ્રભાઈ મોદી જયારે ગુજરાતનાં મુખ્યમંત્રી હતા તે દરમિયાન કૃષિ મેળા, સખીમંડળો અને આત્મા પ્રોજેકટની શરૂઆત કરીને કૃષિક્ષેત્રને નવી દિશા આપી હતી. તેમણે રાજય સરકારના પ્રયત્નોથી ડાર્કઝોનમાંથી માંડવી બહાર નીકળીને હવે ડ્રીપ ઇરીગેશન અપનાવી ખેડૂતો સમૃધ્ધ બન્યા હોવાનું ઉમેર્યું હતું.કડવા પાટીદાર સમાજના પ્રમુખ શ્રી મણીલાલ ભગતે પ્રાસંગિક ઉદ્દબોધનમાં ખેડતો અને ખેડૂતો સાથે સંકળાયેલી સંસ્થાઓના વિચારોની આપલે થવાથી કૃષિકારોને મળતા ફાયદાની વાત કરી હતી.આ પ્રસંગે રાજયમંત્રી શ્રી વાસણભાઈ આહિરના હસ્તે પ્રગતિશીલ ખેડૂતોમણીલાલ હીરજી ભગત, પટેલ મણીલાલ કેસરા, સેંઘાણી દેવશી રતનશી, રામાણી ભવાનજી ભાણજી અને અવનિબેન ભગતને સન્માનપત્ર અર્પણ કરાયાં હતા.પાક પરિસંવાદ દરમિયાન તજજ્ઞો અને વૈજ્ઞાનિકો દ્વારા માર્ગદર્શન અપાયું હતું જેમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, મુંદરાના દિનેશભાઈ પટેલે પાક સંરક્ષણ, સરહદ ડેરીના ડો. લાલાણી દ્વરા પશુપાલન, ડો. ટાંક દ્વારા જળશક્તિ અભિયાન સહિતના વિષયો આવરી લેવાયાં હતા.આ પ્રસંગે માંડવી-મુંદરા વિભાગના ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, એપીએમસીના ચેરમેન પ્રવીણભાઈ વેલાણી, પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી,માંડવી-મુંદરા પ્રાંત ડો.વી.કે.જોષી, બિદડાના સરપંચ સુરેશભાઈ સંઘાર, તા.પં. સદસ્ય અવનીબેન, કનુભા જાડેજા, ડો. સુવર્ણકાર, આત્મા પ્રોજેકટના કલ્પેશ મહેશ્વરી, ડો. કપીલભાઈ, ડો. બી.આર.નાકરાણી તેમજ મોટી સંખ્યામાં ખેડૂત ભાઇ-બહેનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમના પ્રારંભે નાયબ ખેતી નિયામક ડો. કે.ઓ.વાઘેલાએ સ્વાગત પ્રવચન કર્યું હતું.કાર્યક્રમના અંતે મંચસ્થ મહાનુભાવો અને ખેડૂત ભાઇ- બહેનોએ પૂર્વ કેન્દ્રીય નાણાંમંત્રી અરૂણ જેટલીના દુઃખદ અવશાન બદલ ઊભા રહીને બે મીનીટ મૌન પાળી શ્રધ્ધાંસુમન અર્પણ કર્યાં હતા.કાર્યક્રમનું સંચાલન પંકજભાઈ ઝાલાએ જયારે આભારદર્શ