કચ્છમાં તળાવ વધાવતી વેળાએ શ્રીફળ લેવા પડેલા તરવૈયા યુવાનનું મોત

ભારે વરસાદને પગલે નદી, તળાવમાં ભરાયેલા પાણીના કારણે ડૂબી જવાના બનાવોએ કચ્છમાં ચિંતા જગાવી છે. હજી ગઈકાલે અબડાસા તાલુકામાં નિપજેલા બે મોત પછી આજે વધુ એક આવો દુઃખદ બનાવ લખપતમાં બન્યો હતો. લખપત તાલુકાના દોલતપર ગામે તળાવ વધાવતી વખતે શ્રીફળ લેવા માટે તળાવ માં પડેલ એક યુવક નું ડૂબી જવાથી અરેરાટીભર્યું મોત નીપજ્યું હતું. હતભાગી મૃતકનું નામ સાલેમામદ અકબર સુમરા( ઉ ૨૪) હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત ના આ મોતના બનાવે નાના એવા દોલતપર ગામમાં શોકનો માહોલ સર્જી દીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *