શિકારપુરમાં બંદૂક સાથે શખ્સ જબ્બે

 ભચાઉના શિકારપુરમાં યુ-ટયુબ જોઇને બંદૂક બનાવવાનું શીખેલા શખ્સને પોલીસે પકડી પાડી તેની પાસેથી રૂા. 5000ની બંદૂક કબજે કરી હતી. મળતી માહિતી મુજબ પૂર્વ કચ્છ એસ.ઓ.જી.ની એક ટીમ શિકારપુર તરફ હતી તે દરમ્યાન ગામના બસસ્ટેન્ડ પાછળ ઊભેલા શખ્સ પાસે બંદૂક હોવાની પૂર્વ બાતમી ના આધારે પોલીસ તાબડતોબ ત્યાં દોડી ગઇ હતી અને અહીંથી શખ્સને ઝડપી તેની પાસે રહેલી શાલ તપાસ કરાતાં તેમાંથી બંદૂક મળી આવી હતી. રૂા. 5000નું આ અગ્નિશત્ર પોલીસે કબજે કર્યું હતું. પકડાયેલા  શખ્સની બંદૂક ક્યાંથી મેળવી તે અંગે પૂછપરછ કરાતાં પોતે યુ-ટયુબમાં જોઇ બંદૂક બનાવવાનું શીખ્યો છે અને પાર્ટસ મેળવી પોતે બનાવી હોવાનું બહાર આવ્યું હતું.