વરલી પાસે 1.07 કરોડનાં ગેરકાયદે ખનન ઉપર ટીમોની કાર્યવાહી

ભુજ તાલુકાના સાકરાઈ ટીમ્બોની સીમમાં ફ્લાઈંગ સ્ક્વોડની ટીમે આકસ્મિક તપાસ હાથ ધરતાં ત્યાં ચાલતાં ગેરકાયદે ખનન પર સપાટો બોલાવી બે મશીન અને ચાર ટ્રેક્ટર સહિત કુલે રૂા. 1.07 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો હતો. મળતી માહિતી અનુસંધાને વરલી ગ્રામજનોની ફરિયાદને ધ્યાને લઈ જિલ્લા કલેક્ટરનાં માર્ગદર્શન હેઠળની ફ્લાઈંગ સ્ક્વોડ – કચ્છ અને પ્રાંત અધિકારી ભુજની ટીમે પદ્ધર પોલીસ મથકના કર્મચારીઓને સાથે રાખીને સાકરાઈ ટીમ્બોની સીમમાં આકસ્મિક તપાસ કરી હતી. જ્યાં સાદી માટીનું ગેરકાયદે ખનન સામે આવ્યું હતું, આથી આ ગેરકાયદે ખનન સબબ એક એસ્કેવેટર મશીન, એક લોડર મશીન અને ચાર ટ્રેક્ટર જેના કુલે રૂા. 1.07 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી છ વાહન પદ્ધર પોલીસને સોંપાયા હતાં. આ ગેરકાયદે ખનનની તપાસને અનુલક્ષી પંચોની રૂબરૂમાં ખાણકામવાળા વિસ્તારની માપણી પણ કરવામાં આવી હતી.