અમદાવાદ ખાતે ગુજરાત યુવક કોંગ્રેસ દ્વારા ‘છાત્રો કી ગુંજ હાર્યક્રમ અંતર્ગત રેલી અને ધરણા થીજાણું

WhatsApp Image 2026-08-04 at 7.16.09 PM

તા. 03/08/2028 ના રોજ અમદાવાદ શહેરમાં ગુજરાત ઘુવક કૉંગ્રેશના બેનર હેઠળ છાત્રો કી ગુજ કાર્યક્રમ અંતર્ગત વિશાળ રેલી અને ધરણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં કચ્છ જિલ્લામાંથી ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના ઉપપ્રમુખ અબરાર સમા, યુવક કોંગ્રેસ કચ્છ પશ્ચિમ જિલ્લા પ્રમુખ રાજદીપભાઈ, કચ્છ જિલ્લા મહામંત્રી આદિલભાઈ હિંગોરજા દક્ષ દેવધર તેમજ કચ્છ જિલ્લાના અન્ય યુવક કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન વક્તાઓએ આરોપ મૂક્યો કે દિલ્હીના જંતર-મંતર ખાતે પોતાના હકો માટે શાંતિપૂર્ણ રીતે અવાજ ઉઠાવતા વિદ્યાર્થીઓ પર પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો અને કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shahના નિર્દેશથી વિદ્યાર્થીઓ સામે બળપ્રયોગ કરવામાં આવ્યો. આ ઘટનાની ગુજરાત યુવક કોંગ્રેસે કડક શબ્દોમાં નિંદા કરી હતી.

વક્તાઓએ જણાવ્યું કે લોકશાહીમાં વિદ્યાર્થીઓને પોતાની વાત રજૂ કરવાનો બંધારણીય અધિકાર છે. વિદ્યાર્થીઓના અવાજને દબાવવા માટે બળપ્રયોગ કરવો અત્યંત દુર્ભાગ્યપૂર્ણ અને લોકશાહી મૂલ્યો વિરુદ્ધ છે.

ગુજરાત યુવક કોંગ્રેસે કેન્દ્ર સરકાર સમક્ષ માંગ કરી કે આ સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે વિદ્યાર્થીઓ પર થયેલા બળપ્રયોગ માટે જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તથા કેન્દ્રીય ગુરુમંત્રી Amit Shah રાજીનામું આપે. સાથે જ દેશના વડાપ્રધાન Narendra Modi વિદ્યાર્થીઓ અને દેશની જનતા સમક્ષ માફી માંગે તેવી પણ માંગ ઉઠાવવામાં આવી.

કાર્યક્રમનો મુખ્ય ઊંશ વિદ્યાર્થીઓના અધિકારોની રક્ષા કરવો, તેમના અવાજને બુલંદ બનાવવો અને લોકશાહી મૂલ્યોના સંરક્ષણ માટે જનજાગૃતિ લાવવાનો હતો. ગુજરાત યુવક કોંગ્રેસે સ્પષ્ટ જણાવ્યું કે વિદ્યાર્થીઓના હિતો અને લોકશાહી અધિકારો માટે તેમનો સંઘર્ષ સતત ચાલુ રહેશે.