ગાંધીધામ : 5.55 કરોડની ખંડણી પ્રકરણે વધુ ત્રણની ધરપકડ

ગાંધીધામશહેરના વેપારીનું અપહરણ અને રૂા. 5.55 કરોડની ખંડણીના પ્રકરણમાં તપાસ કરી રહેલી પોલીસે આ બનાવમાં વધુ ત્રણ શખ્સની ધરપકડ કરી છે. પકડાયેલા આ ત્રણ શખ્સ પાસેથી રોકડ રૂા. 28,98,000 તથા મોંઘા મોબાઇલ જપ્ત કરાયા હતા. બનાવના ત્રણ સૂત્રધાર હજુ હાથમાં આવ્યા નથી.માહિતી અનુસાર શહેરમાં વેપારી એવા દિલીપ મજેઠિયાનું અપહરણ કરી ખંડણી માગી તેમના દુબઇ સ્થિત ભાઇ પાસેથી રૂા. 5.55 કરોડની ખંડણી પ્રકરણમાં પોલીસે અગાઉ સાતની ધરપકડ કરી હતી. આ સાતેયના રિમાન્ડ પૂર્ણ થતાં જેલહવાલે કરાયા હતા. બનાવની તપાસ કરી રહેલી પોલીસે વધુ ત્રણ શખ્સોને પકડી પાડયા હતા. આ શખ્સોએ વિદેશી ડોલરને ભારતીય ચલણમાં રૂપાંતરિત કરવા ઓનલાઇન અલગ-અલગ વોલેટથી દુબઇ કિંગ નામના શખ્સને યુ.એસ.ડી.ટી. મોકલી આંગડિયા મારફતે રૂા. 28,98,000 મેળવી મદદગારી કરી હતી. પકડાયેલા આ શખ્સો પાસેથી રોકડ રૂા. 28,98,000 તથા પાંચ મોબાઇલ એમ કુલ રૂા. 30,88,000નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.