શાળા નજીક પ્રતિબંધિત થશે સિગારેટ-ગુટખાનું વેચાણ

image

copy image

કેન્દ્ર સરકારે શૈક્ષણિક સંસ્થાનોની ચારે તરફ 500 મીટરના દાયરાને નશામુક્ત બનાવવાનો પ્રસ્તાવ આપ્યો છે એટલે કે અડધો કિલોમીટરના વિસ્તારમાં તમાકુ, શરાબ, ગુટકા કે અન્ય કોઈપણ પ્રકારના નશીલા પદાર્થનું વેચાણ પુરી રીતે પ્રતિબંધિત રહેશે. આ ઉપરાંત કેન્દ્ર પાસેથી આર્થિક મદદ મેળવનારા ઉચ્ચ શિક્ષણ સંસ્થાનોમાં છાત્ર કલ્યાણ કાર્યક્રમો હેઠળ સહમતિથી નશા પરીક્ષણ શરૂ કરવાનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે. આ પ્રસ્તાવ નશીલા પદાર્થોના નિયંત્રણ ઉપર વિઝન ડોક્યુમેન્ટ્સ હેઠળ રખાયો છે. ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે સંસદમાં જણાવ્યું હતું કે, ત્રણ વર્ષનો રોડમેપ પ્રિવેન્ટીવ એજ્યુકેશન,જાગૃતતા અભિયાનો, કાઉન્સીલિંગ અને સામૂહિક ભાગીદારી ઉપર પણ ધ્યાન કેન્દ્રીત કરે છે, જેથી સુરક્ષિત અને નશામુક્ત શૈક્ષણિક વાતાવરણને પ્રોત્સાહન આપી શકાય. તેમણે જણાવ્યું હતું કે છાત્ર કલ્યાણ કાર્યક્રમ હેઠળ છાત્રો માટે સહમતિથી ક્રીનિંગ ટેસ્ટનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે. કેન્દ્રનો આ પ્રસ્તાવ પીએમ મોદીના નિવેદન બાદ આવ્યો છે. જેમાં મોદીએ યુવાનોને ભારતની અમૃત પેઢી ગણાવ્યા હતા અને કહ્યું હતું કે યુવાનો આગામી 20-25 વર્ષમાં જીવનની દિશા નક્કી કરશે અને સાથે દેશને 2047 સુધી વિકસીત ભારતના લક્ષ્ય તરફ લઈ જશે.