પ્રોહીબીશનના અલગ-અલગ ગુના કામે કબ્જે કરેલ ભારતીય બનાવટના 4.2કરોડના વિદેશી દારૂ ઉપર રોલર ફેરવી મુદામાલનો નાશ

પોલીસ મહાનિરીક્ષકશ્રી, ચિરાગ કોરડીયા સાહેબ, બોર્ડર રેન્જ ભુજ-કચ્છ તથા પોલીસ અધિક્ષકશ્રી, વિકાસ સુંડા સાહેબ, પશ્ચિમ કચ્છ-ભુજ નાઓએ પશ્ચિમ કચ્છ જીલ્લામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો નાશ કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને I/C નાયબ પોલીસ અધિક્ષકશ્રી, ડો. વિશ્વા શાહ સાહેબ ભુજ વિભાગ, ભુજ નાઓના માર્ગદર્શન હેઠળ ભુજ વિભાગમાં આવતા માધાપર તથા પધ્ધર પોલીસ મથકોના પ્રોહીબીશનના અલગ-અલગ ગુનાઓમાં કબ્જે કરવામાં આવેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ નાશ કરવા માટે સબંધીત પોલીસ સ્ટેશનો તરફથી નામદાર કોર્ટોમાંથી મંજુરી મેળવી સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી ભુજ નાઓ પાસેથી વિદેશી દારૂનો નાશ કરવા માટેની તારીખ મેળવી આજરોજ તા.૦૭/૦૮/૨૦૨૬ ના રોજ પધ્ધર પોલીસ સ્ટેશન પાછળ, સરકારી પડતર જમીન મધ્યે ભુજ વિભાગમાં આવતા પોલીસ સ્ટેશનો જેમાં (૧) માધાપર પોલીસ સ્ટેશન (૨) પધ્ધર પોલીસ સ્ટેશનના કુલ-૦૬ ગુનાઓમાં પકડાયેલ ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો/ કવાટરીયા/ બીયર ટીન કુલ નંગ-૫૬,૨૨૭ જેની કુલ કિમત રૂપિયા- ૪,૦૨,૨૨,૦૭૪/- ના વિદેશી દારૂ ઉપર રોડ રોલર ફેરવી મુદામાલ નાશ કરવામાં આવેલ છે.
આ કામગીરીમાં શ્રી ડો.અનિલ બી.જાદવ, વિદેશી દારૂનાશ સમિતી ચેરમેન અને સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી ભુજ તથા શ્રી ડો. વિશ્વા શાહ, I/C નાયબ પોલીસ અધિક્ષકશ્રી, ભુજ વિભાગ ભુજ નાઓ તથા શ્રી એસ.પી.મારૂ, નશાબંધી આબકારી પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી, તથા શ્રી એ.ડી.ખાંટ, પોલીસ ઈન્સ્પેક્ટર, પધ્ધર પોલીસ સ્ટેશન, તથા શ્રી વી.જી.પરમાર, પોલીસ સબ ઈન્સ્પેક્ટર, માધાપર પોલીસ સ્ટેશન, તથા એ.કે.ઝાલા નાયબ મામલતદાર ભુજ, નાયબ પોલીસ અધિક્ષકશ્રીની કચેરીના શ્રી ડી.બી રાઠોડ, રીડર પી.એસ.આઇ, તેમજ પો.હેડ.કોન્સ ભારતી પરમાર, પો.કોન્સ શીતલબેન ચાડ તેમજ સબંધિત પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ દ્રારા કરવામાં આવેલ છે. આ કામગીરીમાં ફાયર બ્રિગેડ તથા મેડીકલ ઓફીસર હાજર રહેલ હતા અને આ સમગ્ર વિદેશી દારૂ નાશની પ્રક્રિયા દરમ્યાન વિડિયોગ્રાફર હાજર રખાવી સમગ્ર પ્રક્રિયાની નિયમોનુસાર વિડીયોગ્રાફી કરાવેલ હતી.