સામખિયાળીમાં 2.16 લાખના હેરોઇન સાથે બે શખ્સની ધરપકડ:અન્ય બે ને પડક્વા ચક્રો ગતિમાન

image

copy image

copy image

 ભચાઉ તાલુકાના સામખિયાળીમાં સંઘવી પેટ્રોલ પંપ પાછળ રેલવે કોલોની તરફ જતી શેરીમાંથી પોલીસે બે શખ્સોને પકડી પાડી તેમની પાસેથી રૂા. 2,16,800નું હેરોઇન કબજે કર્યું હતું. આ બનાવ અંગે મળતી માહિતી મુજબ માદક પદાર્થ આપનાર મહિલા તથા શખ્સનું નામ સામે આવ્યું હતું. આ બને શખ્સે સંઘવી પેટ્રોલ પંપ પાછળ રેલવે કોલોની તરફ જતી શેરીમાંથી નીકળી માદક પદાર્થ વેંચવા જવાના હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે આ શેરીમાં વોચ ગોઠવી હતી. તેવામાં અંધારામાં બે શખ્સો આવતા પોલીસે બંનેને અટકાવી તપાસ કરતાં બંનેના ખિસ્સામાંથી જુદી જુદી પ્લાસ્ટીકની કોથળી મળી આવી હતી. આ કોથળીમાં શું છે તેવું પુછતાં બંનેએ નશો કરવાનું ચિકો હેરોઇન હોવાનું કહ્યું હતું. દરમ્યાન બંનેને પોલીસ મથકે લઇ જઇ આ ધરપકડ કરાઇ હતી. બે જુદી જુદી પ્લાસ્ટીકની થેલીમાં મળી આવેલા ક્રીમ રંગના ભીના ચિકણા જેવા ગાંગડાનું પૃથ્થકરણ કરવા એફ.એસ.એલ. અધિકારીને બોલાવાયા હતા અધિકારીએ આવીને પ્રાથમિક પૃથ્થકરણ કરતા આ પદાર્થ હેરોઇન હોવાનું જણાવ્યું હતું. આ બંને શખ્સો પાસેથી રૂા. 2,16,800નો 10.84 ગ્રામ હેરોઇન જપ્ત કરાયો હતો. એકની પૂછપરછ કરાતા તેણે સામખિયાળીના યુવક પાસેથી 12 ગ્રામ આ પદાર્થ લીધો હોવાનું બહાર આવ્યું  હતું. તેમજ બીજાને  ફોન કરી ઘરે બોલાવી હેરોઇન આવી ગયાનું કહી 1.96 ગ્રામ હેરોઇન આપ્યું હોવાનું સામે આવ્યું હતું.