ધાણીપાસા વડે જુગાર રમતા સાત ખેલી સહિત 1,17,450નો મુદ્દામાલ કબ્જે

970736623Jugar

copy image

copy image

માંડવીના ગોધરામાં ધાણીપાસા વડે જુગાર રમતા સાત ખેલીને પશ્ચિમ કચ્છ એલસીબીએ ઝડપી તેમની પાસેથી રોકડા રૂા. 42,450 સહિત કુલ રૂા. 1,17,450નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો, જ્યારે એક ભાગવામાં સફળ રહ્યો હતો. પોલીસે આપેલી માહિતી મુજબ, પૂર્વ બાતમીના આધારે હાથ ધરાયેલી આ કાર્યવાહીમાં ગોધરાના પેટ્રોલપંપની બાજુમાં આવેલા પ્લોટ વિસ્તારમાં આવેલી બાવળોની ઝાડીઓમાં ધાણીપાસા વડે જુગટું રમતા સાતે પત્તા પ્રેમીઓને ઝડપી પાડયા હતા. તેમની પાસેથી રોકડા રૂા. 42,450 તથા પાંચ મોબાઈલ કિં. રૂા. 25,000 અને ત્રણ બાઈક કિં. રૂા. 50,000 મળી કુલ રૂા. 1,17,450નો મુદ્દામાલ કબજે કર્યો હતો, જ્યારે નાસી છૂટેલા સહિત તમામ આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.