ભીમાસરમાં ખુરશી પરથી`નીચે પડતાં યુવાનનું મોત
copy image

અંજારના ભીમાસર ગામે ખુરશી પરથી નીચે પટકાતાં 31 વર્ષિત યુવાનને ઇજાઓ પહોંચતા તેણે સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. મળતી માહિતી મુજબ ભીમાસરમાં રહેનાર મૂળ ઉત્તરપ્રદેશનો યુવાન પોતાના રૂમ ઉપર હતો.જે દરમ્યાન કોઇ કારણોસર તે ખુરશી પરથી નીચે પડયો હતો, જેમાં તેને માથામાં ઇજાઓ પહોંચી હતી. થોડા દિવસ બાદ તેને દુ:ખાવો થતાં તેને પ્રથમ અંજાર, ગાંધીધામ, ભુજ જી.કે. જનરલ, અમદાવાદ સિવિલ હોસ્પિટલ અને ત્યાંથી તેના વતન ખાતે હોસ્પિટલમાં લઇ જવાયો હતો, જ્યાં તેણે સારવાર દરમ્યાન છેલ્લા શ્વાસ લીધા હતા. બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.