ગાંધીધામમાં લાખના માદક પદાર્થ સાથે શખ્સની અટકાયત
copy image

કચ્છના આર્થિક પાટનગર તરીકે જાણીતા ગાંધીધામ શહેરમાં પોલીસે એક લાખની કિંમતના માદક પદાર્થના જથ્થા સાથે શખ્સની ધરપકડ કરી હતી. મળતી માહિતી અનુસાર ગાંધીધામશહેરના રેલવે સ્ટેશનથી ગૂડ સાઈટ જતા સર્વિસ રોડ ઉપર જતા આરોપીની પોલીસે ધરપકડ કરી હતી. કાયદાના સકંજામાં આવેલા આ શખ્સ પાસેથી ગાંજાનો 2.016 કિલોગ્રામ જથ્થો હસ્તગત લેવાયો હતો, જેની કિં. રૂા. 1,00,800 આંકવામાં આવી હતી. આ કાર્યવાહીમાં ગાંધીધામ બી-ડિવિઝન પોલીસે 10 હજારના એક મોબાઈલ ફોન સહિત કુલ રૂા. 1,10,800નો મુદ્દામાલ કબજે લીધો હતો. આ ગુનામાં સામેલ અને ગાંજાનો જથ્થો આપનારા આરોપી ને પકડી પાડવા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.