ભારતના શત્રુ આતંકવાદીનું મોત

image

પાકિસ્તાનમાં આતંકવાદી સંગઠન લશ્કર-એ-તોયબાના કમાંડર કારી સઈદ ઉર્ફે અબ્દુલ અઝીઝનું સંદિગ્ધ પરિસ્થિતિમાં મોત થઈ ગયું હતું. મળતી માહિતી મુજબ આતંકવાદી કારી ભારતમાં હુમલા દરમ્યાન માર્યા ગયેલા આતંકવાદીઓના પરિવારોને દર મહિને પેન્શન આપતો હતો. એક સીસીટીવી ફૂટેજમાં દેખાય છે કે, આતંકી અબ્દુલ અઝીઝ ઈસ્લામાબાદ સ્થિત તોયબાની મસ્જિદ કુબામાં બેગ રાખીને નમાજ પઢવા જાય છે. નમાજ અદા કરવા પહેલાં વજુ કરે છે. ત્યારબાદ મસ્જિદમાં સીડી ચડીને પગરખાં ઉતારવા જાય છે, ત્યાં અચાનક જમીન પર પડી જાય છે. લશ્ક – એ – તોયબાના સાથીઓ કારીને એક જગ્યાએ લઈ જઈને શ્વાસ નહીં ચાલતાં સીપીઆર આપે છે. છતાં ભાનમાં નથી આવતો એટલે હોસ્પિટલમાં લઈ જવાતાં તબીબોએ તેને મૃત ઘોષિત કર્યો હતો. કારી 1990માં આતંકવાદી હાફિઝ સઈદ સાથે જોડાયો હતો. સઈદનો ખાસ કમાંડર રહ્યો હતો. કારી સઈદ ઉર્ફે અબ્દુલ અઝીઝ 2017 સુધી સક્રિય રહ્યો હતો. તેનું મુખ્ય કામ તોયબામાં આતંકીઓની ભરતી કરવાનું હતું.