મોટી રવમાં ઊભેલી ક્રેટા કારમાંથી 1.92 લાખનો શરાબ કબ્જે

daru-1-300x180-2

copy image

copy image

 પૂર્વ કચ્છ એલ.સી.બી. પોલીસે રાપર તાલુકાનાં મોટી રવમાં એક ગાડીમાંથી રૂા. 1.92 લાખની કિંમતનો અંગ્રેજી દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો.મળતી માહિતી મુજબ પોલીસે  દ્વારવાસમાં આવેલા પ્રભાદાદાનાં નાના મંદિરની બાજુમાં ઊભેલી ક્રેટા ગાડીમાં અંગ્રેજી દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે  દરોડો પાડયો હતો. જે દરમ્યાન આ વાહનમાંથી ભારતીય બનાવટનો અંગેજી દારૂ બડવાઈઝર મેગ્રમ પ્રિમિયમ બિયર 500 એમ.એલ.ના 736 ટીન કિં. રૂા. 1,05,984, હેવર્ડ 5000 સુપર સ્ટ્રોંગ બિયર 500  એમ.એલ .ના 696 ટીન કિં. રૂા. 87 હજાર  મળી આવ્યો હતો. આ કાર્યવાહીમાં પાંચ લાખનાં વાહન સાથે કુલ રૂા. 6,92,984નો મુદ્દામાલ હસ્તગત લેવાયો હતો. આ ગુનામાં સામેલ ગાડીનો ચાલક પોલીસ પકડથી દૂર રહ્યો હતો. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.