સામત્રામાં બોલેરોએ એક્ટિવાને ટક્કર મારતાં યુવાનનું મોત

acc

copy image

copy image

ભુજ તાલુકાના સામત્રાનો 29 વર્ષીય યુવાન એક્ટિવાથી માનકૂવાથી સામત્રા આવતો હતો, તે દરમિયાન રસ્તામાં બોલેરોએ  ટક્કર મારતાં ગંભીર ઇજાના પગલે મનોજનું મૃત્યુ નીપજ્યું હતું. સામત્રાનો યુવાન તેના કબજાનાં એક્ટિવથી રાતે 9.30 વાગ્યાના અરસામાં માનકૂવાથી  સામત્રા આવતો હતો, ત્યારે  ભૂમિ પેટ્રોલપંપ પાસે બોલેરો ગાડીએ ટક્કર મારતાં આ યુવાન ગંભીર રીતે ઘાયલ થયો હતો. આથી તેનો કાકાઇ ભાઇ તેને સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં લઇ આવતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા.