માંડવી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ-ભુજ

image

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ જુગારની બદી નેસ્ત નાબુદ કરવા માટે સુચના અને માર્ગદર્શન આપેલ હોય.

જે સુચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ.મકવાણા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એમ.એચ.શીણોલ સાહેબનાઓએ જુગારની બદી નેસ્ત નાબુદ કરવા માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને સુચના આપેલ હતી. તે દરમ્યાન એ.એસ.આઇ. દેવજીભાઇ મહેશ્વરી, સુરજભાઇ વેગડા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ મુળરાજભાઇ ગઢવી, લીલાભાઈ દેસાઇ તથા રાજેશભાઇ ગઢવીનાઓ પેટ્રોલિંગમા હત તે દરમ્યાન દેવજીભાઇ મહેશ્વરી તથા મુળરાજભાઇ ગઢવી નાઓને સંયુક્ત અને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, “બિદડા ગામથી રાજલમાતા મંદિર વાળા રસ્તે ખેગાર મમુ સંગારની વાડીએ ભેંસના તબેલા પાસે આવેલ ખુલ્લા સેડમાં, બિદડા તામાંડવી-કચ્છ ખાતે અમુક ઇસમો ભેગા મળી રૂપીયાની હારજીતનો જુગાર રમી રમાડે છે અને હાલે જુગાર ચાલુમા છે”. જેથી પોલીસ સ્ટાફના માણસો દ્વારા તુરંત જ વર્કઆઉટ કરી બાતમી વાળી જગ્યાએ જઇ રેડ કરતા ઉપર દર્શાવ્યા મુજબના ઇસમોને ધાણીપાસા વડે રૂપિયા-પૈસાની હારજીતનો જુગાર રમતા મુદ્દામાલ સાથે પકડી પાડેલ છે