ભુજમાં બેફામ બોલેરો હંકારી ભાગવાનો પ્રયાસ કરતા બે ઝડપાયા

ભુજના નળ સર્કલ પાસે ટ્રાફિક પોલીસની ચેકિંગ દરમિયાન બોલેરો પસાર થતાં પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, બોલેરો ચાલકે વાહન રોકવાને બદલે બેફામ રીતે હંકારી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે પીછો કરી RTO પાસે બોલેરોને ઝડપી પાડી તેમાં સવાર બે શખ્સોને ઝડપી પાડ્યા હતા. બેફામ ડ્રાઇવિંગ દરમિયાન બોલેરો દ્વારા બે છકડો રિક્ષાને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.