હોન્ડા સીટ માં બનાવ્યું હતું ચોરખાનું ભુજ તરફ આવતા વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

image

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ પોલીસ મહાનિરીક્ષકશ્રી સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્રવૃત્તિનો ગેરકાયદેસર રીતે જથ્થો મંગાવી વેચનારા ઇસમો ઉપર વોચ રાખી આવી પ્રવૃત્તિ અટકાવવા માટે સુચના આપેલ.

જે સુચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એ.એમ.મકવાણા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એમ.એચ.શીણોલ સાહેબનાઓએ જિલ્લામાં ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્રવૃત્તિનો ગેરકાયદેસર રીતે જથ્થો મંગાવી વેચનારા ઇસમો ઉપર વોચ રાખી કાયદેસર કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે સુચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાંચના કર્મચારીઓ ભુજ તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન વિરેન્દ્રસિંહ જાડેજા તથા સુરેન્દ્રસિંહ ઝાલાનાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, એક ફોર વ્હીલર હોન્ડા સીટી સફેદ કલરની રજી.નં.GJ-01-HZ-2138 વાળી ગાડીમાં બે ઇસમો ચોરખાના બનાવી તે ચોરખાનામાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો ભરી અને શેખપીર બાજુથી ભુજ તરફ આવી રહેલ છે. જે હકીકત આધારે તપાસ કરતા ઉપરોક્ત વિગતે ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો મળી આવેલ જેથી કાયદેસરની કાર્યવાહી કરી માધાપર પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી તમામ મુદ્દામાલ માધાપર પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ.કબ્જે કરેલ મુદ્દામાલ:-ભારતીય બનાવટના વિદેશીદારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો નંગ-૧૨૫ તથા કવાટરીયા નંગ-૩૭ કુલ્લે કિં.રૂ.૧,૬૮,૧૦૯/-મોબાઇલ ફોન નંગ ૦૨ કિં.રૂ. ૧૦,૦૦૦/-ફોર વ્હીલર હોન્ડા સીટીરજી.નં.GJ-01-HZ-2138 કિં.રૂ.૩,૦૦,૦૦૦/-આરોપીઓ:-મહેન્દ્રસિંઘ કન્હેયાલાલ ડોઈ રહે. કરણપુર ખાસ, કટરા રોડ પ્રતાપગઢ (યુ.પી.) મુળ રહે.જસરાપુર તા.ખેતરી જી.ઝુંઝુનુ(રાજસ્થાન-૩૩૩૫૧૪) (પકડાયેલઆરોપી)ક્રીષ્નાકુમાર ક્રિપાશંકર વિશ્વકર્મા ઉ.વ.૨૭ રહે. સરોજ ચોરાહા વિકાસ ભવન પાસે કટરા રોડ પ્રતાપગઢ (યુ.પી.-૨૩૦૦૦૧) (પકડાયેલ આરોપી)નવલસિંહ જામસિંહ સોઢા રહે.નખત્રાણા (પકડવાનો બાકી આરોપી)