ગાંધીધામ ના શીપિંગ ઉદ્યોગકાર સાથે વિદેશમાં સારા વેપારના બહાને 51.11 લાખની છેતરપિંડી
copy image

ગાંધીધામના શિપિંગના ઉદ્યોગકાર સાથે અજાણ્યા આરોપીઓએ વિદેશમાં સારા વેપારની દરખાસ્ત સાથે રૂ 51.11 લાખની છેતરપિંડી કરી હોવાનો મામલો આદિપુર પોલીસ મથકે નોંધાયો હતો મળતી માહિતી અનુસાર ગાંધીધામમાં વસુંધરા એન્ટરપ્રાઇઝ નામની શોપિંગ નો વેપાર કરતાં આશિષ સિંહ જાડેજાએ એકાંશ ગ્લોબલ પ્રા. લી ના છ આરોપી તથા નેધરલેન્ડની કાર્નિવલ કોર્ટેડ એલએલસી નામની કંપનીના એક શખ્સ, નેધરલેન્ડ એમ્બેસીના નામે વાત કરતી મહિલા, ટ્રોપિકલ ટેન્ડિંગ ટ્રેડિંગ એલએનપી સીડ ની ઓસ્ટ્રેલિયા ના નામના આરોપી તેમજ જુદી જુદી બેંકના પ્રતિનિધિ તરીકે વાત કરનાર સહિત સતર લોકો વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે પોલીસના સતાવાર સાધનો એ માહિતી આપતા જણાવ્યું હતું કે આરોપીઓએ એક સંપ કરી ગુનાહિત કાવતરું રચને ફરિયાદીને એકાંશ ગ્લોબલ પ્રા. લી ના પ્રતિનિધિ તરીકે ઓળખ આપીને વિદેશમાં સારા પેપર ડીલ કરાવીને નફો કરાવી આપવાની વાત કરી હતી આ કંપનીમાં સભ્ય તરીકે ફરિયાદી જોડાયા હતા ત્યારબાદ નેધરલેન્ડની કાર્નિવલ કોર્ટેડ એલએલસી કંપનીના પ્રતિનિધિ તરીકે ઓળખનાર આરોપીને વાત કરીને આઠ કન્ટેનર નો ઓર્ડર આપી આ માટેના ચુકવણા માટે જરૂરી દસ્તાવેજ બનાવવાની વાત કરી હતી દરમિયાન એકાંશ ગ્લોબલ ના આરોપીઓએ દસ્તાવેજની પૂરતા કરવા માટે જુદા જુદા સમયે ચાર્જ પેટે ફરિયાદી પાસેથી નાણા મેળવ્યા હતા. આ જ પ્રકારે ઓસ્ટ્રેલિયા સિડની ટ્રોપિકલ ટેન્દિંગ ટેડિંગ એલએલપી નામે આરોપી ને 20 કન્ટેનર નો ઓર્ડર આપ્યો હતો. આ જ પ્રકારે દસ્તાવેજની પૂરતા કરવા માટે પણ નાળા પડાવવામાં આવ્યા હતા. આરોપીઓએ ફરિયાદીને જુદી જુદી બેંકના પ્રતિનિધિ અને દિલ્હીમાં સ્થિતી નેધરલેન્ડ એમ્બેસીના પ્રતિનિધિ તરીકે ઓળખ આપી હતી ગત તા.14/06 થી તા.9/8 ના સુધીના અરસામાં બનેલા બનાવ અંગે આરોપીઓએ દસ્તાવેજો તૈયાર કરવા અને શુલ્ક આપવાના નામે જુદા જુદા સમયે વ્યવહાર કરાવીને ફરિયાદી પાસેથી રૂ 51,11,487 મેળવી લીધા હતા. સહમતદારોએ ગાંધીધામના વેપારીઓને બનાવટી દસ્તાવેજ બનાવી ઠગાઈના હેતુસર whatsapp અને ઈમેલ મારફતે સંદેશ મોકલાવી નાળા મેળવી લીધેલા નાણા પરત ન કરી છેતરપીને ના ગુનાને અંજામ આપ્યો હતો