ભુજના કોટાય ગામે કચ્છી હાથવણાટ કામ લાઈવ જોવા ઇટાલી ની ગોરી મેમ એ કચ્છની સ્પે .મુલાકાત લીધી

image

સોશિયલ મીડિયાનો વ્યાપ વધતા કચ્છની રોગાન, હાથવણાટ સહિતની ઘણી બધી હસ્તકલા આજે વિશ્વ પ્રસિદ્ધ બની લોકપ્રિયતામાં અગ્રેસર સ્થાન મેળવી રહી છે. સાથે સાથે હસ્તકલા કારીગરો માટે પણ ઊજળી તકો ઉભી થઈ છે.
કચ્છની વણાટ કામની ગરમ શાલ, મફલર, સાડી, સ્ટોલ, સહિતની ઘણી બધી બનતી આઇટમથી પ્રભાવિત થઈ ઇટાલીની એક ગોરી મેમ ખાસ કચ્છની મુલાકાત લઈ હસ્તકલા પર બનતી આઈટમ પર હાથ અજમાવી રોમાંચ અનુભવ્યો હતો.
આ અંગે વાત એમ છેકે કચ્છના ભુજ તાલુકાના કોટાય નામના નાના એવા ગામમાં વસતા પ્રવિણભાઈ સંજોટ જેઓ હાથશાળની કલામાં અદ્ભુત માસ્ટરી ધરાવે છે. જે તેમનો વારસાગત ધંધો છે તેમના પિતા પણ વણાટકામના સારા એવા કારીગર છે. પ્રવિણભાઈ
દ્વારા સર્જાયેલ અદ્ભુત હાથશાળની આઈટમથી અંત્યંત પ્રભાવિત થઈ હજારો માઇલ દૂર ઇટાલી ની ગોરી મેમ તેમના ઘરે પધારી હતી જ્યાં પ્રવિણભાઈની બહેન ડોલીએ કચ્છનું સ્કાર્ફ પહેરાવી તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.
વણાટકામ પર હાથ અજમાવતા ગોરી મેમને ડોલીએ સાડીમાં પફ અને ઝરી બાંધવાનું શિખવ્યું તો પ્રવિણભાઈ ના પત્ની મિતલબેન સ્ટોલમાં પફ બાંધતા શીખવ્યું તેમજ પ્રવિણભાઈએ હાથશાળનો લાઈવ ડેમો બતાવ્યો. આથી ખુશ ખુશાલ વિદેશી ગોરી મેમએ હસ્તકલાની ઘણી બધી આઈટમનો ઓર્ડર આપતા કચ્છની આ વણાટકલા હવે ઇટાલી ની ધરતી પર પણ જોવા મળશે આમ આ કલા થકી
થકી કચ્છનું ગૌરવ વધ્યું છે. વિદેશી ગોરી મેમ ની મુલાકાત વેળા કુલદિપભાઈએ ભાષા અનુવાદકની ભૂમિકા સુપેરે નિભાવી હતી.