પીએમશ્રી શ્રી અંજાર નગર પ્રાથમિક શાળા નં.6 મધ્યે બર્ડ ની ઉજવણી કરવામાં આવી.

શાળામાં શાળાના બાળ ઉર્જા રક્ષક દળ દ્વારા દબડા, અંજાર ખાતે પર્યાવરણ જાળવણી, ઉર્જા બચત અને ઉર્જા સંરક્ષણ અંતર્ગત “બાળ ઊર્જા રક્ષક દળ” (BURD) કાર્યક્રમ યોજાયો હતો.
ગુજરાત કાઉન્સીલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (GUJCOST) અને ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લીમીટેડ (GUNVL) ના માર્ગદર્શન હેઠળ ધી ઇન્ડિયન પ્લેનેટરી સોસાયટી સંચાલિત જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર, ભુજ દ્વારા “બાળ ઊર્જા રક્ષક દળ” (BURD) પ્રોજેક્ટ અંતર્ગત કચ્છ જિલ્લાની પસંદગી પામેલ શાળાઓ પૈકીની પીએમશ્રી શ્રી અંજાર નગર પ્રાથમિક શાળા નં ૬, દબડા, અંજાર ખાતે બાળ ઊર્જા રક્ષક દળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ ૬ થી ૮ ના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓમાં ઊર્જા સંરક્ષણ અને જાગૃતિ કેળવવા માટે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા ઉર્જા વિશે પાયાની સમજ, ઉર્જા આધારિત વિવિધ મોડેલ્સ નિદર્શન, ઊર્જા વિશે પોસ્ટર પ્રદર્શન, ઊર્જા ક્વિઝ દ્વારા બાળકોના જ્ઞાનમાં વધારો કરવા માટે પ્રશ્નોત્તરી સ્પર્ધા. ઉર્જા સંરક્ષણ માટે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીઓને ઈનામ આપી સન્માનિત કરવામાં આવેલ હતા. શાળાના આચાર્ય શ્રી શ્રી રાજેશભાઈ પી. સોતા, જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્રના કો-ઓર્ડિનેટર શ્રી પ્રવીણભાઈ મહેશ્વરી, સાયન્સ કોમ્યુનિકેટર ગૌતમભાઈ બુચિયા અને શાળાના ઊર્જા આગેવાન શિક્ષક શ્રી તરુણકુમાર શાહ તેમજ શ્રી અલ્પેશભાઈ પટેલ અને અન્ય શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓમાં ઊર્જા સંરક્ષણ અંતર્ગત નવું શીખ્યા તેનો ઉત્સાહ તેમના મુખ પર સ્પષ્ટ જોવા મળ્યો હતો અને ઊર્જા નું સંરક્ષણ કરી દેશની સેવા કરીશું તેવો આભાર વ્યક્ત કર્યો હતો.