સરકાર કાયર : માંગો નહીં માને તો ખુરશી જશે : મહતો

છાત્ર નેતા દેવેન્દ્રનાથ મહતોએ સોમવારે લાઠીચાર્જ સહિત પગલાંઓ વચ્ચે ચેતવણી આપી હતી કે, માંગો પૂરી નહીં કરાય તો સરકારની ખુરશી બચશે નહીં.મળતી માહિતી મુજબ મુખ્યમંત્રીનો જન્મ દિવસ છે અને છાત્રોને ભેટમા લાઠીચાર્જ, અશ્રુવાયુ, પાણીનો મારો આપી રહ્યા છે. વિશ્વસ્તરે ઝારખંડ કલંકીત થઈ રહ્યું છે તેવું મહતોએ કહ્યું હતું. છાત્ર નેતા એમ્બ્યુલન્સમાં બેસીને છાત્રોની કૂચમાં સામેલ થયા હતા અને જણાવ્યું હતું કે, આ આંદોલન અટકાવવાનું નથી. `યુવા’ શબ્દનું ઊલટુ `વાયુ’ થાય છે અને આ વાયુને કોઈ રોકી શકવાનું નથી. હવે આ જનઆંદોલન બની ગયું છે. આ કાયર સરકાર છે. જ્યારે જ્યારે ડરે છે ત્યારે ત્યારે પોલીસને આગળ કરી દે છે.