કડોલ સરકારી માધ્યમિક શાળાના શિક્ષકે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
copy image

ભચાઉ તાલુકાના મનફરામાં 39વર્ષીય શિક્ષકએ અગમ્ય કારણોસર ગળેફાંસો જીવન ટુંકાવ્યુ હતું. આ અંગે મળતી માહિતી મુજબ કડોલ સરકારી માધ્યમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા યુવાને ગત તા.11/8 ના સવારે 9.30 પહેલા કોઈ પણ સમયે શાંતિનિકેતન સ્થિત તેમના મકાન નં.201માં ગળેફાંસો ખાદ્યો હતો. આ અંગે મૃતકના ભાઈએ પોલીસ સમક્ષ લખાવેલી નોંધને ટાંકીને પોલીસે કહ્યું હતુ કે મૃતકનો ધર કંકાસ રહેતો હતો. પત્નીએ બે વર્ષ પહેલા પોલીસ કેસ કર્યો હતો .ત્યારબાદ બંને જણ સાથે રહેતા હતા. તેમજ આજથી છ માસ પહેલા ઘર કંકાસ થતા મૃતકના સાળા તેમની બહેનને પિયર લઈ ગયા હતા. ત્યારબાદ મૃતક એકલા રહેતા હતા.ધર કંકાસના કારણે મૃતકે આ પ્રકારનુ પગલુ લીધુ હોવાની શંકાના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.