ભુજના માધાપરમાં સગીરાનું અપહરણ કરી છેડતી કર્યાની ફરિયાદ
copy image

ભુજના માધાપરમાં સગીરાનું અપહરણ કરી છેડતી કર્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. આ અંગે માધાપર પોલીસ મથકે, સગીરાના વાલીએ નોંધાવેલી ફરિયાદ અનુસાર ગત તા. 9/8ના બપોરે તેમની 12 વર્ષની સગીર દીકરીનું આરોપી બદકામના ઈરાદે પોતાની સાથે ફરવા આવવાની લાલચ આપી ફરિયાદીના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લઈ જઈ તેની સાથે શારીરિક અડપલાં કરી છેડતી કરી હતી. પોલીસે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.