આમરડીમાં પતિએ જ નીપજાવી પત્નીની હત્યા
copy image

ભચાઉ તાલુકાના આમરડી ગામની વાડીમાં સામાન્ય બાબતે ઉશ્કેરાયેલા પતિએ ધોકા વડે મારમારી પત્નીની હત્યા નીપજાવી નાખી હોવાના પગલે પોલીસમાં દોડધામ મચી હતી.પોલીસે ગણતરીના કલાકોમાં આ ગુન્હામાં સામેલ આરોપીને ઝડપી પાડયો હતો.આ અંગે મળતી માહિતી મુજબ કરશનભાઈ વેલજીભાઈ ગામીની એરો નામની ગત તા.10/8 ના રાત્રિના 10 વાગ્યા થી તા.11/8 ના સવારે 7 વાગ્યાના અરસામાં હત્યાનો આ બનાવ બન્યો હતો. આ અંગે ફરિયાદીએ આરોપી રમેશ બારીયા વિરુધ્ધ ગુન્હો દર્જ કરાવ્યો હતો.પોલીસ સતાવાર સાધનોએ વિગતો આપતા કહ્યું હતુ કે વાડીમાં ભાગીયા તરીકે પંચમહાલ જિલ્લા વતની આરોપી પોતાના પરીવાર સાથે રહેતો હતો. ઉશ્કેરાયેલા આરોપી પતિએ પોતાની પત્ની કૈલાશબેનને ધોકા વડે મારામારી મરણતોલ ઈજાઓ પહોંચાડી હતી. વાડીના માલિકને આ અંગે જાણ થતા તેણે ઓરડીમાં જઈ તપાસતા આ મહિલા મૃત હાલતમાં મળી આવી હતી. મૃત માતા સાથે સૂતેલી ચાર વર્ષીય દિકરીને પુછપરછ કરાઈ હતી. દરમ્યાન તેણે જણાવ્યું હતુ કે પિતાએ માતાને શાક રોટલી બનાવાનુ કહયુ હતું.જેને લઈને માતા-પિતાની વચ્ચે ઝઘડો થયો હતો. ત્યારે ઉશ્કેરાયેલા પિતાએ ધોકા વડે માતાને માર માર્યો હોવાનુ ફરીયાદમાં વર્ણવામાં આવ્યુ હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકને કોઈ બોથડ વસ્તુ વડે માર મારી હોવાનુ સપાટી ઉપર આવ્યુ હતું. હત્યાના બનાવનુ પગેરૂ મેળવવા માટે પોલીસે ચક્રોગતિમાન વિવિધ દિશામાં તપાસ હાથ ધરી હતી.પોલીસે ગણતરીના કલાકોમાં આ ગુન્હામાં સામેલ આરોપી રમેશ ઝડપી પાડયો હતો.