શ્રાવણ મહિનામાં કોટેશ્વર મહાદેવ મંદિરનો મહિમા

image

ખાસ કરીને પવિત્ર શ્રાવણ મહિનામાં કોટેશ્વર મહાદેવના દર્શન અને પૂજનનું વિશેષ ધાર્મિક મહત્ત્વ માનવામાં આવે છે. શ્રાવણ માસ દરમિયાન વહેલી સવારથી જ મંદિરમાં ભક્તોની અવરજવર જોવા મળે છે. ભક્તો ભગવાન શિવને જળ, દૂધ, બિલીપત્ર અને પુષ્પ અર્પણ કરી અભિષેક કરે છે. ‘ૐ નમઃ શિવાય’ના નાદ અને હર હર મહાદેવના જયઘોષથી સમગ્ર મંદિર પરિસર ભક્તિમય બની જાય છે. કોટેશ્વર મહાદેવનું સ્થાન પ્રકૃતિ અને આધ્યાત્મિકતાના અનોખા સંગમ સમાન છે. એક તરફ શિવમંદિર અને બીજી તરફ વિશાળ અરબી સમુદ્રનું આહલાદક વાતાવરણ ભક્તોને આધ્યાત્મિક શાંતિનો અનુભવ કરાવે છે. શ્રાવણ મહિનાના સોમવારના દિવસે અહીં વિશેષ પૂજા-અર્ચના અને દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટે છે. ધાર્મિક માન્યતા મુજબ ભગવાન શિવની આરાધના કરવાથી મનની શાંતિ, સુખ-સમૃદ્ધિ અને મનોકામનાઓ પૂર્ણ થવાના આશીર્વાદ મળે છે. કહેવામાં આવે છે કે કોટેશ્વર મંદિર જે સ્થળ પર છે ત્યાં રાવણ જ્યારે શિવ ભક્તિ કરીને અમર થવાનું વરદાન ભગવાન શિવ પાસેથી મેળવી લંકા પરત ફરી રહ્યો હતો ત્યારે આ સ્થળ પર ઋષિ મુનિઓએ ગાય ફસાયા હોવાનું છલ કરી અને રાવણને શિવલિંગ નીચે મૂકવા પર મજબૂર કર્યો હતો. અને તેનો અમર થવાનો જે વરદાન મળ્યું હતું તે ભંગ થયું હતો અને અહીંયા કોટેશ્વર મંદિર બન્યું હતું. આમ, શ્રાવણ માસમાં કોટેશ્વર મહાદેવની ભક્તિ અને દર્શનનો અનુભવ શ્રદ્ધાળુઓ માટે આધ્યાત્મિક આસ્થા સાથે કચ્છની પ્રાચીન ધાર્મિક પરંપરાને નજીકથી અનુભવવાની એક અનોખી તક બની રહે છે