ભુજ કોમર્શિયલ બેંક દ્વારા ૮૦માં સ્વતંત્ર દિવસની સમૃધ્ધિના સુત્રની સાર્થકતા દર્શાવે છે.

image

આજે, આપણે આપણા મહાન રાષ્ટ્રના ૮૦ મા સ્વતંત્રતા દિવસની ઉજવણી સાથે આપણા સૌની અંદર પણ ઉર્જાનો સંચાર કરીએ. આપણે સૌએ આઝાદી માટે બલિદાન તો નથી આપ્યું પરંતુ ભારતને સ્વચ્છ સમૃધ્ધ અને શસ્કત બનાવવા યોગદાન આપીએ. જયાં સંકલ્પ ત્યાં સિધ્ધી તો આવો આપણે સૌ આપણી બેંકના મુદ્રા લેખ “સહકાર – સેવા અને સમૃધ્ધી” ની નેમ સાથે કાર્યરત રહીએ અત્યારના સમયની સૌથી વિશેષ જરૂરિયાત ભારત ડીજીટલ ક્ષેત્રે આગળ વધે જેને દયાને લઇ આપણે બેંકને ડીજીટલ ક્ષેત્રે આત્મનિર્ભર બનાવી એ અને ગ્રાહકોને વિવિધ સેવાઓ પૂરી પાડતા રહીએ તેવી નેમ સાથે આજે ૧૫મી ઓગષ્ટના રોજ બેંકની હેડ ઓફીસ ન્યુ સ્ટેશન રોડ મધ્યે દેશની આન, બાન અને શાન સમો રાષ્ટ્રધ્વજ બેંકના ચેરમેનશ્રી હિતેષભાઈ સી ઠક્કર, મેનેજીંગ ડાયરેકટર શ્રી ધીરેનભાઈ ભાનુભાઈ ઠકકર, વાઈસ ચેરમેનશ્રી રમેશભાઈ બી. મહેશ્વરી,ના વરદ હસ્તે ફરકાવવામાં આવેલ વિશેષમાં જણાવવાનું કે, ભુજ કોમર્શિયલ બેંકમાં રાષ્ટ્રીય પર્વની ઉજવણીની શરૂઆત વર્ષ ૨૦૨૨થી બેંકના પૂર્વ ચેરમેનશ્રી ધીરેનભાઈ ભાનુભાઈ ઠક્કરના કાર્યકાળ દરમિયાન શરૂ થયેલી આ પરંપરા આજે પણ અવિરત પણે ચાલુમાં છે જેમાં બેંક પરિવાર સાથે મળી રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરે અને કર્મચારીઓમાં દેશપ્રેમ તથા રાષ્ટ્ર પ્રત્યેની જવાબદારીની ભાવના વધુ મજબૂત બને તે હેતુથી આ પરંપરાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

આજના રાષ્ટ્રધ્વજ વંદનના કાર્યક્રમમાં બેંકના ડાયરેક્ટર સર્વેશ્રી,શ્રી ગૌતમભાઈ આર. ઠક્કર, શ્રી, મનીષભાઈ પી. ઠક્કર અને પ્રોફેશનલ ડાયરેક્ટર શ્રી નયનભાઇ આર.પટવા અને હર્ષદભાઈ કે ભીંડે આજ રોજ રાષ્ટ્રીય પર્વની ઉજવણી નિમીતે ઉપસ્થિત રહેલ.તેમજ ઉપસ્થિત હર્ષદભાઈ સી ઠકકર (હક્કી),વિમલભાઈ શેઠ, તેમજ દેવમકુમાર ધીરેનભાઈ ઠકકર, આદિત્યકુમાર હર્ષદભાઈ ઠકકર પણ આ રાષ્ટીય પર્વમાં જોડાયા હતા અને બેંકના પ્રો,ડાયરેક્ટરશ્રી હર્ષદભાઈ ભીંડે એ શુભેકછા પાઠવી હતી,

આજના રાષ્ટ્રીય કાર્યક્રમનું આયોજન બેંકના જનરલ મેનેજર ધીરેનભાઈ એસ. મજેઠીયા, એકાઉન્ટન્ટશ્રી જીગરભાઈ પી. મહેતા, ઓફીસરશ્રી ભાર્ગવભાઈ ડી. કોટેયા, પારશ જે શાહ, કપિલભાઈ એચ. ગણાત્રા, ,શિવાંગ ડી અંતાણી એ જહેમત ઉઠાવી હતી અને નખત્રાણા શાખાના મેનેજરશ્રી જયભાઈ પી. બુધ્ધદેવ તેમજ બેંકના તમામ કર્મચારી પરિવાર ઉપસ્થિત રહેલ.