ભચાઉ તથા ગાાંધીધામ એ ડીવી. પો.સ્ટે. વિસ્તારમાાંથી પ્રોહીબીશ ના કેસ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ

PHOTO-2026-08-18-13-35-25.jpg

પોલીસ મહાનિરીક્ષકશ્રી ચીરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ, ગાંધીધામનાઓ તરફથી જિલ્લામાં દારૂની વેચાણ હેરફેરની પ્રવૃત્તિ કરતા ઈસમો ઉપર વોચ રાખી પ્રોહીબીશનની પ્રવૃતિ નેસ્ત-નાબુદ કરવા જરૂરી સુચના આપેલ.જેથી પોલીસ ઇન્સપેક્ટર જે.એમ.વાળા એલ.સી.બી. નાઓએ પ્રોહીબીશન ની બદી નેસ્ત નાબુદ કરવા સારૂ સતત પ્રયત્નશીલ રહી જીલ્લામાં ચાલતી પ્રોહીબીશનની ગેરડાયદેસર પ્રવૃતિ કરતા ઈસમો ઉપર સતત વોચ રાખવામાં આવેલ. તે દરમ્યાન એલ.સી.બી ની ટીમ ભચાઉ તથા ગાંધીધામ એ ડીવી. પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન ખાનગી બાતમી હડીકત આધારે મોટી ચીરઈ ગામ પાસે આવેલ માઈડો પ્લાયવુડ નામની કંપની પાસે કરીયાણાની દુકાનમાં તેમજ ગાંધીધામ ખાતે જુની સુંદરપુરી ખાતે આવેલ આરોપીના રહેણાંક મકાનમાં રેઈડ કરી નીચે જણાવ્યા મુજબના પ્રોહી. મુદ્દામાલ કબ્જે કરી આરોપીઓ વિરુધ્ધ ભચાઉ તથા ગાંધીધામ એ ડીવી. પો.સ્ટે.માં અલગ અલગ ગુના દાખલ ડરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.