પાંચ માસમાં પોસ્ટ હટાવવા 1.95 લાખ આદેશ !

કેન્દ્ર સરકાર દ્વારા આ વર્ષે માર્ચ મહિનાથી જુલાઈ સુધીમાં ઈન્સ્ટાગ્રામ, ફેસબૂક અને યુ-ટ્યૂબને ઓનલાઈન કન્ટેન્ટ પ્રતિબંધિત કરવા માટે સરકાર અને તેની એજન્સીઓ દ્વારા આશરે 1.95 લાખ એટલે દૈનિક આશરે 1,275 અને સરેરાશ દર 68 સેકન્ડમાં એક બ્લોકિંગ આદેશ કરવામાં આવ્યો હોવાનું એક મીડિયા અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું. આ આદેશો હેઠળ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર પોસ્ટ, વીડિયો અને એકાઉન્ટ્સને બ્લોક કરવાના નિર્દેશ આપવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ જ ગાળામાં દિલ્હીના જંતરમંતર પર નીટ પરીક્ષા પેપર લીક અને અનિયમિતતાઓ સામે વિદ્યાર્થીઓનું આંદોલન પણ થયું હતું. આ પ્રદર્શન જૂનની શરૂઆતમાં શરૂ થયું હતું અને તત્કાલીન કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ 23 જુલાઈના સમેટાયું હતું. ઓક્ટો.-2024થી ઓક્ટો.-2025 વચ્ચે સહયોગ પોર્ટલ દ્વારા 19 ઓનલાઈન પ્લેટફોર્મ્સને કુલ 2312 બ્લોકિંગ આદેશ આપવામાં આવ્યા હતા જે દૈનિક સરેરાશ આશરે છ જેટલા થાય છે.