ગાંધીધામમાં ટ્રક અને મોપેડ વચ્ચે અકસ્માત સર્જાતાં એકનું મોત
copy image

ગાંધીધામ શહેરના ઉદયનગરમાં રહેતા જિતેન્દ્રસિંહ નામના આધેડનું અકસ્માત સર્જાતાં ભયાનક મૃત્યુ નીપજ્યું હોવાની ઘટના સામે આવી રહી છે. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી માહિતી અનુસાર ગત તા. 31/7ના રાત્રે હતભાગી એક્ટિવા પર સુથારી કામ કરનાર વ્યક્તિને મૂકવા કાર્ગો ઝૂંપડપટ્ટી તરફ ગયા હતા. ઉપરાંત પરત ફરતી વખતે આરતી હોટેલ સામે ઓવરબ્રિજ પર પહોંચતાં સામેથી આવી રહેલી ટ્રકે હડફેટમાં લીધા હતા. આ અકસ્માતમાં મોપેડચાલકને ગંભીર ઇજાઓના પગલે તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યા હતા. આ મામલે ફરિયાદ નોંધાવવામાં આવતા વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.