યુદ્ધ ખતમ થશે ? ઈરાની રાષ્ટ્રપતિનો અમેરિકી ડીલને ટેકો

ઈરાનના રાષ્ટ્રપ્રમુખ મસૂદ પઝેશ્કિયાએ અમેરિકા સાથે થયેલા કરારના મેમોરેન્ડમનું સમર્થન કરતાં આ સોદાને દેશને `ન યુદ્ધ, ન શાંતિ’ જેવી હાલાકીમાંથી બહાર કાઢવાનો સૌથી ઉત્તમ રસ્તો ગણાવ્યો હતો. પેઝેશ્કિયાને અમેરિકી ડીલને સમર્થન આપતાં યુદ્ધ ખતમ થવાની આશા જાગી છે. એક મીડિયા અહેવાલ અનુસાર, ઈરાનના રાષ્ટ્રપ્રમુખે જણાવ્યું હતું કે, આ કરારમાં આત્મસમર્પણની કોઈ જોગવાઈ નથી અને ઈરાન આ મામલે પોતાના સુપ્રીમ લીડરની નીતિઓ મુજબ જ આગળ વધશે. પેઝેશ્કિયાને આ કરારને દેશની આર્થિક સ્થિતિ સાથે જોડતાં કહ્યું હતું કે, યુદ્ધ અને સંઘર્ષના કારણે ઈરાનમાં વિદેશી રોકાણ આવી શક્તું નથી. અમેરિકા અને ઈઝરાયલ સાથેના સંઘર્ષ, કડક આર્થિક પ્રતિબંધો અને નૌકાદળની નાકાબંધીના કારણે ઈરાની અર્થતંત્રને ભારે નુકસાન પહોંચ્યું છે. બીજી બાજુ ઈરાનના સુપ્રીમ સિક્યોરિટી એજન્સીના નવા વડાએ કડક વલણ અપનાવીને ચેતવણી આપી છે કે, જો પાડોશી દેશો અમેરિકી પ્રતિબંધોનું સમર્થન કરશે, તો ઈરાન વળતો પ્રહાર કરશે. નોંધનીય છે કે, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જૂન મહિનામાં હસ્તાક્ષર કરાયેલા આ કરારમાં યુદ્ધ વિરામ અને પરમાણુ  કાર્યક્રમ પર કરાર કરવા માટે 60 દિવસની સમયસીમા નક્કી કરાઈ હતી, જે મુદ્દત ગયા સપ્તાહે પૂર્ણ થઈ ગઈ છે, પરંતુ હોર્મુઝને વૈશ્વિક શિપિંગ માટે ફરીથી ખોલવા જેવા મુદ્દાઓ પર હજુ સુધી કોઈ મજૂબ સંમતિ સધાઈ નથી.