ભારતનાં અવકાશ ક્ષેત્રનું વિશ્વને આકર્ષણ

નેશનલ ડે’ એટલે કે, `રાષ્ટ્રીય અવકાશ દિવસ’ના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે દેશ અને વૈજ્ઞાનિકોને વધામણી આપી હતી. મોદીએ અવકાશ ક્ષેત્રમાં ભારતની વધતી વૈશ્વિક ભૂમિકાના વખાણ કરતાં જણાવ્યું હતું કે, દેશનું અવકાશ ક્ષેત્ર હવે દુનિયાના રોકાણકારો માટે આકર્ષણનું કેન્દ્ર બનવા લાગ્યું છે. આ નવા કાળચક્રની શરૂઆત છે. સાથોસાથ નવી ટેકનિક્સ વિકસિત કરતી જેન-ઝીની પ્રશંસા કરતાં તેમણે જણાવ્યું હતું કે, 2047 સુધી વિકસિત ભારત નિર્માણનાં લક્ષ્યમાં અવકાશ ક્ષેત્રની મહત્ત્વની ભૂમિકા રહેશે. વડાપ્રધાને કહ્યું હતું કે, ભારતીય અવકાશ સંશોધન સંસ્થાન દેશની નવી પેઢીના વૈજ્ઞાનિકોને પ્રેરિત કરી રહ્યું છે. જેનઝેડના ઈજનેર, ડિઝાઈનર, કોડર, વૈજ્ઞાનિકો જવી ટેકનિક્સ વિકસિત કરી રહ્યા છે, તેવું મોદી બોલ્યા હતા. પીએમ મોદીએ જણાવ્યું હતું કે, દેશના યુવાનો પ્રોપલ્શન સિસ્ટમ, કમ્પોઝિટ સામગ્રી, માર્કેટના ચરણ, સેટેલાઈટ પ્લેટફોર્મ જેવાં ક્ષેત્રોમાં કામ કરીને વિશ્વનું ધ્યાન ખેંચી રહ્યા છે.