ભચાઉના વોંધ બ્રિજ પર પૈડું ફાટી જતાં ટ્રેઇલરની હડફેટે આવતા યુવક નું મોત
copy image

ભચાઉના વોંધ બ્રિજ પર પૈડું ફાટી જતાં ટ્રેઇલરની હડફેટે આવેલા બિહારના નીતીશકુમાર વિનયકુમાર યાદવ (ઉ.વ. 24)નું ગંભીર ઇજાઓના પગલે મોત નીપજ્યું હતું. સૂત્રો માંથી પ્રાપ્ત થતી માહિતી મુજબ ગાંધીધામના કાર્ગો વિસ્તારમાં રહેનાર નીતીશકુમારને ગઇકાલે અકસ્માત નડયો હતો. યુવાન ટ્રેઇલર સવાર થઇને મોરબી જઇ રહ્યો હતો. તે દરમ્યાન વોંધ બ્રિજ ઉપર તેના વાહનનું પૈડું ફાટી જતાં,યુવાન નીચે ઊતરીને તપાસ કરવા જઇ રહ્યો હતો. એટલામાં જડપભેર આવતા કોઇ અજાણ્યા વાહને તેને હડફેટમાં લેતાં ગંભીર ઇજાઓ પહોંચતા તેનું મૃત્યુ થયું હતું.અકસ્માત નોતરીને નાસી જનારા વાહનચાલક સામે નજીકના પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે તપાસ આદરી છે.