અંજારના સાપેડા ગામમાં બાઈકને પૂરપાટ જતી કારે હડફેટમાં લેતાં ગામના 44 વર્ષીય યુવાનનું મોત
અંજારના સાપેડા ગામમાં બાઈકને પૂરપાટ જતી કારે હડફેટમાં લેતાં ગામના 44 વર્ષીય યુવાનનું મોત થયું હતું તથા તેમના દીકરાને ઈજાઓ પહોંચી હતી. સાપેડા ગામમાં રહેનાર ફરિયાદી તેમજ તેના પિતાને ગત તા. 26/8ના અકસ્માત નડયો હતો. આ બંને બાઈક લઈને ગામની શ્રીરામ હોટેલમાં કામથી ગયા હતા. ત્યાં કામ પતાવી બંને પરત ઘર બાજુ જઈ રહ્યા હતા ત્યારે બાયપાસ રોડ પર બાઈક ચડાવતા હતા. અંજાર બાજુથી આવતી કારએ આ બાઈકને હડફેટમાં લીધી હતી, જેમાં શંભુ ડાંગરને ગંભીર ઈજાઓ થતાં ગાંધીધામની હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં તેમણે સારવાર દરમ્યાન દમ તોડ્યો હતો. બનાવ અંગે અંજાર પોલીસે ગુનો નેંધી આગળની તપાસ હાથ ધરી છે.