ગાંધીધામમાં છ પતાપ્રેમીઓ ઝડપાયા

jugar

copy image

copy image

ગાંધીધામ વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા છ શખ્સોને પોલીસે ઝડપી પાડયા હતા. આ મામલે સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર પોલીસને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે  ગાંધીધામ કાર્ગો વિસ્તારમાં આઝાદનગર મચ્છી માર્કેટમાં રાત્રે અમુક શખ્સો સરેઆમ જુગાર રમી રહ્યા છે, જેથી પોલીસે હકીકત વાળી જગ્યાએ જઈ તપાસ કરતાં આરોપી ઇસમો મળી આવ્યા જેથી તમામ આરોપીઓને રોકડા રૂા. 62,000  સાથે ઝડપી પાડયા હતા. આ મામલે વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.