ચાલતી ટ્રેને પકડ્યો મુસાફરનો જીવ, પણ રેલકર્મી બન્યો દેવદૂત! CCTVમાં કેદ થયું આખું દ્રશ્ય
copy image

copy image
અમદાવાદ રેલવે સ્ટેશન પર આજે એક એવી ઘટના બની કે જે જોઈને આખા પ્લેટફોર્મ પર સન્નાટો છવાઈ ગયો.
જબલપુર-વેરાવળ એક્સપ્રેસ પ્લેટફોર્મ પરથી ઉપડી રહી હતી, ત્યારે એક આધેડ વયના મુસાફર ઉતાવળમાં ટ્રેનમાં ચઢવા ગયા. એ જ સમયે તેમનો પગ લપસી ગયો અને સંતુલન બગડતાં તેઓ ચાલતી ટ્રેનના દરવાજા પાસે સીડી પર લટકી ગયા. એક ક્ષણ માટે તો લાગ્યું કે હવે મોટી દુર્ઘટના થશે જ!
પણ ત્યાં જ અમદાવાદ સ્ટેશન પર ફરજ બજાવતા ટેકનિશિયન મહેશ પરમાર ની નજર પડી. તેમણે એક સેકન્ડ પણ વિચાર્યા વગર દોટ મૂકી અને પોતાના જીવના જોખમે લટકી રહેલા મુસાફરને જોરથી ખેંચીને પ્લેટફોર્મ પર સુરક્ષિત બહાર કાઢી લીધા.
આ આખી ઘટના સ્ટેશનના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે કેવી રીતે મહેશભાઈ દોડીને મુસાફરનો જીવ બચાવે છે.