“મારી કથા, મારા મુખે – શ્રીકૃષ્ણ અવતરણ” કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ મનમોહક રજૂઆત કરી

01

ચાણક્ય એકેડમી ખાતે જન્માષ્ટમીના પાવન પર્વની ભવ્ય અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વિદ્યાર્થીઓમાં ભારતીય સંસ્કૃતિ, પરંપરા અને ભગવાન શ્રીકૃષ્ણના જીવનમૂલ્યો પ્રત્યે જાગૃતિ કેળવવાના હેતુથી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

જન્માષ્ટમી નિમિત્તે મુખ્ય કાર્યક્રમ “મારી કથા, મારા મુખે – શ્રીકૃષ્ણ અવતરણ” યોજાયો હતો. આ કાર્યક્રમમાં કુલ 41 વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ શ્રીકૃષ્ણના અવતરણ પ્રસંગને અભિનય, સંવાદ અને ભાવસભર રજૂઆત દ્વારા સુંદર રીતે રજૂ કરી ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કર્યા હતા.

કાર્યક્રમનો મુખ્ય આકર્ષણ મટકી ફોડ રહ્યો હતો. મટકી ફોડમાં 100થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓના ઉમંગ, ટીમવર્ક અને આનંદથી સમગ્ર વાતાવરણ કૃષ્ણમય બની ગયું હતું.

જન્માષ્ટમીની ઉજવણી દ્વારા વિદ્યાર્થીઓને માત્ર પર્વની ઉજવણીનો આનંદ જ નહીં, પરંતુ શ્રીકૃષ્ણના જીવનમાંથી મળતા પ્રેમ, કર્તવ્ય, એકતા, મિત્રતા અને ધર્મના સંદેશને સમજવાનો અવસર પણ મળ્યો હતો.

આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન ચાણક્ય એકેડમીનું વાતાવરણ ભક્તિ, ઉત્સાહ અને આનંદથી ગુંજી ઊઠ્યું હતું.