રાપર ખાતે આવેલ જાટાવાડામાં ઉંટને ડબ્બામાં પૂરી ક્રૂરતાપૂર્વક હત્યા કરાઇ

રાપર ખાતે આવેલ જાટાવાડામાં ઉંટને ડબ્બામાં પૂર્યા બાદ તેનું મોત નિપજતાં સ્થાનિકોમાં અરેરાટી સાથે રોષ ફેલાયો હતો. આ મામલે જાળવા મળતી માહિતી તેમજ માલધારીઓના આક્ષેપ મુજબ ઉંટને ડબ્બામાં ન પૂરવા માટે અનેક કાકલૂદીઓ કરવામાં આવી હતી પરંતુ સરપંચનાં પતિ સહિત અન્ય લોકોએ ઉંટને બળજબરીપૂર્વક ડબ્બામાં પૂરી નાખ્યા બાદ તે અબોલ જીવને આડેધડ લાકડીઓથી માર મારવામાં આવ્યો હતો. જેના કારણે ઉંટનું ડબ્બામાં જ મોત નીપજ્યું હતું. આ ઘટનાને લઈને માલધારીઓએ અનેક સવાલો ઊભા કર્યા છે. માલધારીઓએ સમગ્ર ઘટનાની યોગ્ય તપાસ કરાવી જવાબદારો સામે પશુ ક્રૂરતા અધિનિયમ હેઠળ કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. તેમજ ઉંટના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે જરૂરી તપાસ અને જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.