રતાડિયાના નાગરિક સાથે ઓનલાઈન છેતરાપિંડી

froud

copy image

copy image

મુંદરા રતાડિયાના નાગરિક સાથે ઓનલાઈન છેતરાપિંડી થઈ હોવાનું સામે આવી રહ્યું છે. આ મામલે સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર રતાડિયા ગામનાં પ્રકાશભાઇ ઠક્કરે `પ્રાઈમ બેઝિક્સ્સ’ નામની વેબસાઇટ પરથી ક્રેડિટ કાર્ડ દ્વારા રૂ. 712 ચૂકવીને’ 120 વોટ ફાસ્ટ ચાર્જર’ ઓર્ડર કર્યું હતું. પરંતુ કુરિયર બોક્સ ઓપન કરતાં તદ્દન સસ્તું 9 વોટ ચાર્જર નીકળ્યું હતું. ત્યારબાદ ગ્રાહકે કંપનીના આપેલા સત્તાવાર ઈમેલ પર સંપર્ક કરવાનો પ્રયાસ કરતાં તે ઈમેલ આઈડી નકલી અને ઠગ કંપની હોવાનું જાણવા મળ્યું હતું. આવી ઓનલાઈન છેતરપિંડીથી બચવા માટે જલારામ સખી મંડળના પ્રમુખ તિતિક્ષા ઠક્કરે વિવિધ સરકારી તંત્રોને રજૂઆત કરીને આવી નકલી ઓફરથી સાવધાન રહેવા જણાવ્યું હતું.