વલાડિયા અને કુંભારિયા ગામના સીમ વિસ્તારમાં 88 હજારના પવનચક્કીના વાયરોની ચોરી

cable-chori

copy image

copy image

અંજાર ખાતે આવેલ વલાડિયા અને કુંભારિયા ગામના સીમ વિસ્તારમાં આવેલી પાંચ પવનચક્કીમાંથી તસ્કરોએ રૂા. 88,000ના વાયરની ચોરી કરી હતી. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી માહિતી મુજબ નાની ખેડોઇમાં રહેતા રાજકોટની આર્મ્સસ્ટ્રેક સિક્યુરિટી સર્વિસમાં સુપરવાઇઝર તરીકે કામ કરનારા સૂર્યદીપસિંહ ધીરૂભા જાડેજા દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેમાં ફરિયાદી તથા મહાવીરસિંહ પરમાર ગત તા. 20-8ના વલાડિયા તથા કુંભારિયાની સીમમાં રિન્યૂ એનર્જીની 22 પવનચક્કી પર પેટ્રોલિંગમાં હતા દરમ્યાન બંને ગામની પાંચ પવનચક્કીમાંથી લીપકેબલ 4 સ્ક્વેર એમ.એમ.ના 400 મીટર વાયર તથા 50 સ્ક્વેર એમ.એમ.નો 180 મીટર વાયર એમ કુલ રૂા. 88,000નો વાયર કાપીને તસ્કરો લઇ ગયા હોવાનું જાણવા મળ્યું હતું. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે વધુ તપાસ આદરી છે.