અંજારના ગંગા નાકા પર મહેનતની કમાણીની ગાડી જોતજોતામાં રાખ થઈ ગઈ – માલિકની આંખોમાં આંસુ!
copy image

copy image
અંજાર શહેરના ધબકતા હૃદય સમાન ગંગા નાકા વિસ્તારમાં આજે એવું દ્રશ્ય સર્જાયું કે જોનારની આંખો ભીની થઈ ગઈ.
લક્ષ્મી ટોકીઝ પાસે ઉભેલી એક ગાડીમાં બપોરના સમયે અચાનક આગ લાગી. એક ગરીબ પરિવારે પાઈ ભેગી કરીને લીધેલી એ ગાડી, એના સપનાની ગાડી, જોતજોતામાં આંખ સામે સળગીને રાખ થઈ રહી હતી. માલિક લાચાર બનીને જોતો રહ્યો, કશું જ કરી શક્યો નહીં. એની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા અને લોકોના દિલ પણ દ્રવી ઉઠ્યા હતા.
“આ તો મારા દીકરા જેવી હતી…” એવું બબડતા માલિકના શબ્દો સાંભળીને ત્યાં ઉભેલા દરેકની આંખ ભીની થઈ ગઈ.
ગંગા નાકા જેવા ભીડવાળા વિસ્તારમાં આ ઘટના બનતા જ માણસોના ટોળા ઉમટી પડ્યા હતા. કોઈ પાણી લાવતું હતું, કોઈ ફાયર બ્રિગેડને ફોન કરતું હતું. માનવતા હજી જીવે છે એનું ઉદાહરણ જોવા મળ્યું.
સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની નથી થઈ, પણ એક પરિવારના સપના બળીને ખાખ થઈ ગયા છે. ફાયર વિભાગની ટીમે તાત્કાલિક આવીને આગ પર કાબુ મેળવ્યો હતો.
પોલીસ તપાસમાં પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ હોવાનું બહાર આવ્યું છે.