મોરબીના હડમતીયા ગામે બની છે. જ્યાં બે પિતરાઇ ભાઇઓના તળાવમાં ડૂબવાથી મોત નીપજ્યા છે. આ અંગે જાણ થતાં સ્થાનિક લોકો ઘટના સ્થળે પહોંચ્યા હતા. અને ફાયર બ્રિગેડ અને 108 એમ્બ્યુલન્સને જાણ કરતા ટીમો પહોંચી ગઇ હતી. મળતી માહિતી પ્રમાણે મોરબીના હળમતીયા ગામમાં છ વર્ષનો સુરેશ પ્રતાપભાઇ વાંઝા અને છ વર્ષનો રવી તુતાભાઇ વાંઝા નામના બે પિતરાઇ ભાઇઓ તળાવ પાસે રમતા હતા.અચાનક બંને બાળકો તળાવમાં પડ્યા હતા. જેના કાણે બંને બાળકો ડૂબી ગયા હતા. આ અંગે સ્થાનિક લોકોને જાણ થતાં તાબળતોબ લોકો એકઠાં થયા હતા. અને બાળકોને શોધખોળ શરૂ કરી હતી. જોકે, બંને બાળકોના મૃતદેહો મળી આવ્યા હતા બંને બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ટંકારા સિવિલ હોસ્પિટલ લઇ જવાયા હતા.બે બાળકોના મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.